દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

શહેરી સહભાગિતા મંચ - મોરબી

શહેરી સહભાગિતા મંચ વિષે...

ભારત સરકાર દ્વારા પુરસ્કૃત અને રાજ્યસરકાર દ્વારા અમલીકૃત “દીન દયાળ અત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન” એ તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા ધરાવતા શહેરો માં અમલ માં છે. આ યોજના ના સામાજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ ઘટક હેઠળ સ્વસહાય જૂથો ની રચના, એરીયા લેવલ ફેડરેશન ની રચના અને સીટી લેવલ ફેડરેશન ની રચના કરવામાં આવે છે. જેમાં ગરીબ પરિવાર ના મહિલાઓ ને સાંકળી નારી શક્તિ ને સામાજિક, આર્થિક, નેતૃત્વ સ્તરે સશક્ત બનાવવા માટે નો ઉદેશ્ય રહેલો છે. આ તમામ સંસ્થા માં સમાવિષ્ઠ સભ્યો નું પ્રતિનિધિત્વ એ.એલ.એફ. અને પછી થી સી.એલ.એફ. દ્વારા થતું હોય છે. જેથી આમાં જોડાયેલા તમામ સભ્યો નું સામાજિક અને આર્થિક સશક્તિકરણ થઇ શકે અને એ માટે શહેરી સહભાગિતા મંચ એક મજબુત પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ મંચ સરકારશ્રી ના વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો ના પ્રચાર-પ્રસાર માં મદદરૂપ થશે તેમજ સ્થાનિક સમુદાય આધારિત સંસ્થાઓને પણ મદદરૂપ થશે. આ મંચ વર્ષ માં ઓછામાં ઓછી બે મીટીંગો યોજી એ.એલ.એફ. તથા સી.એલ.એફ.ના પ્રશ્નોનું નિરાકરણ કરશે.

Image

શ્રી કેતન વિલપરા

પ્રમુખ મોરબી નગરપાલિકા

Image

શ્રી કલ્પેશ ભટ્ટ

ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા